https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_SchemeDetails.aspx
દાહોદ જિલ્લાના ખેડૂતો કૃષિ ઉત્પાદનના પરિવહન માટેના વાહનો ખરીદવા ઓનલાઇન અરજી કરી શકશે
જીવાત નિયંત્રણ માટેના સૂર્ય પ્રકાશ ટ્રેપ માટે પણ અરજી કરી શકાશે
દાહોદ, તા. ૧૫ : દાહોદ જિલ્લાના ખેડૂતો કૃષિ ઉત્પાદનના પરિવહન માટે મીડિયમ સાઇઝના ગુડઝ કેરેજ વાહન ખરીદવા માટેની કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માટે તા. ૯/૬/૨૦૨૧ થી તા. ૩૧/૭/૨૦૨૧ સુધી આઇ ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી શકશે. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ માં જીવાત નિયંત્રણ માટે ખેડુતોને સૂર્ય પ્રકાશ (ઉર્જા) ટ્રેપ સહાયદરે વિતરણ કરવા અંતર્ગત આઇ ખેડૂત પોર્ટલ પર આગામી તા. ૩૦ જુન સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ માટે ગ્રામ પંચાયત અને ઇન્ટરનેટની સુવિધા ધરાવતી અન્ય જગ્યાએથી પણ ઓનલાઇન અરજી કરી શકાય છે. અરજી માટે આધાર પુરાવા તરીકે ૭-૧૨, ૮-અ તેમજ આધાર કાર્ડ, બેન્ક પાસબુક, મોબાઇલ નંબર, જાતિનો દાખલાની જરૂરીયાત રહેશે.
ખેડૂતોએ અરજી કર્યા બાદ પણ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે. જેમાં આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન અરજી કર્યા પછી અરજીની પ્રિન્ટ આઉટ કાઢી સહી-અંગૂઠો કરી જરૂરી સાધનીક કાગળો જોડી પોતાના ગામના ગ્રામસેવક-ખેતી અથવા તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત ખાતે વિસ્તરણ અધિકારી-ખેતીને જમા કરાવવાની રહેશે. જિલ્લા ખેતીવાડી અધિકારીએ એક યાદીમાં ઉક્ત માહિતી આપી છે.
source-Info.Dahod
Comments
Post a Comment