Farhan Patel Skip to main content

Posts

Featured Post

Gujarat Chief Minister Shri Bhupendrabhai Patel joined through video conference.

  A special session on Dholera SIR was held today at the India Pavilion of 'Dubai Expo' in Dubai, which was joined by Chief Minister Shri Bhupendrabhai Patel through video conference.  The Chief Minister called upon industry and trade investors from all over the world to invest in Gujarat.  The Chief Minister outlined the state government's plan to make Dholera SIR a world class smart industrial city with state-of-the-art technology.  In Dholera SIR, the Chief Minister apprised the industrialists about the investment opportunities in the sectors including aerospace, defense, engineering, IT, electronics and renewable energy. #ChiefMinister #Gujarat #Bhupendrpatel #Plan #Dholera #Invest #World #Energy #industry #Investment 
Recent posts

સંજેલીમાં આદિવાસી પીરવાર દ્વારા ગુરુગોવિંદ ચોક ખાતે રાણા પુંજા ભીલને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી

  સં જેલી આદિવાસી પરિવાર દ્વારા રાણા પૂજા દિલ ની જન્મ જયંતી ઉજવાણી કરવામાં આવી. વીરયોદ્ધા રાણા પૂજા ને આદિવાસી પરિવાર દ્વારા ફુલ હાર કરી નારા બોલાવ્યા.  સંજેલી આદિવાસી પરિવાર દ્વારા આજ રોજ તારીખ ૫ ૧૦ ૨૦૨૧ ને  મંગળવાર ના રોજ સંજેલી આદિવાસી પરિવાર દ્વારા વીર યોદ્ધા રાણા પૂજા ભીલ જે હલ્દીઘાટી યુધ્ધમાં પોતાની વીરતા અને સાહસ તથા શૌર્યનો પરીચય આપનાર, ભોમટના રાજા, અને મહારાણા પ્રતાપના વીર સાથી રાણા પુંજા ભીલની જન્મ જયંતિ ના અવસરે સાદર પ્રણામ, તેમના શૌર્ય અને બલિદાન એ ઇતિહાસ નો સ્વર્ણિમ અધ્યાય છે, સમાજ હંમેશા તેમને યાદ કરશે.તેના ભાગ રૂપે  સંજેલી આદિવાસી પરિવારે તેમની તસ્વીર પર ફૂલ હાર કરી નારા બાજી કરી હતી

દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વનવિભાગ દ્વારા યોજાઇ રહ્યાં છે વિવિધ કાર્યક્રમો

  દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વનવિભાગ દ્વારા યોજાઇ રહ્યાં છે વિવિધ કાર્યક્રમો દાહોદ,  : દાહોદ જિલ્લામાં ગત તા. ૨ ઓક્ટોબરથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે લીમખેડા રેન્જના દાંતિયા ગામમાં  સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો સાથે જંગલ ફેરણું, વન્યપ્રાણી સંરક્ષણ અંગે લોક જાગૃતિ કાર્યક્રમ, પ્રકૃતિ શિક્ષણ અંગે ચર્ચા  કરી, સભ્યો જંગલમાંથી મળતા લાભો, વાંસ કટીંગ બાબતે તેના લાભો, વિતરણ બાબતે સમજ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં લીમખેડા રેન્જ, બારીયા વન વિભાગના આ પ્રસંગે મંડળીના પ્રમુખ, મંત્રી અને અન્ય સભ્યો હાજર રહી જંગલ સંરક્ષણ કરવા  બાબતે  કટિબધ્ધતા  દર્શાવી હતી. જંગલ સંરક્ષણ, માવજત અને ઉછેર માટે  ખાત્રી આપી હતી. આ સપ્તાહના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ફોરેસ્ટ કોલોની રેંજ કચેરી, ફતેપુરા ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેંજ કચેરીનો તમામ કર્મયોગીઓ, ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યના પ્રારંભમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર, ફતેપુરા દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હત...

સંજેલીમાં કાર્યકર્તાઓ કૉંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાયા

સંજેલીમાં કાર્યકર્તાએ કોંગ્રેસને અલવિદા કરી ભાજપમાં જોડાયા, સંજેલી કન્યા વિદ્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમ યોજાયો હતો તે વેળાએ  સંજેલી તાલુકા કૉંગ્રેસના 100 જેટલા  કાર્યકરોએ કૉંગ્રેસને રામ રામ કહી ભાજપામાં જોડાયા હતા સંજેલી તાલુકા કૉંગ્રેસના મોટી સંખ્યામાં કૉંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હતા જેમાં વાસીયાના પૂર્વ સરપંચ સહિ કાર્યકરો ભાજપમાં જોડાયા હતા   દાહોદ જિલ્લા ભાજપા પ્રમુખ શંકરભાઇ અમલિયારે ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીતે પ્રવેશ કરાવી આવકાર્યા હતા,

આ સત્યઘટના ખાસ વાંચજો.. વાંચવા જેવો વહેંચવા લાયક લેખ,,

આ સત્યઘટના ખાસ વાંચજો. દાહોદ જિલ્લાના દાદુર નામના નાનકડા ગામમાં રહેતો એક આદીવાસી પરિવાર રોજી રોટીની શોધમાં વતન છોડીને સૌરાષ્ટ્રમાં આવ્યો. પરિવારના મોભી હિંમતસિંહ બામણિયા એમના ધર્મપત્નિ અને ત્રણ સંતાનો સાથે ગોંડલ તાલુકાના કમરકોટડા ગામમાં સ્થાયી થયા. શરુઆતમાં બીજાની જમીન વાવવા માટે રાખતા પરંતું આકાશી ખેતીના લીધે પરીવારનું ગુજરાન ચલાવવામાં તકલીફ પડતી હતી આથી કમરકોટડાની ગૌશાળામાં મહિને 6000ના પગારથી નોકરી શરુ કરી જેથી દર મહિને થોડી પણ નિશ્વિત આવક મળી રહે. હિંમતસિંહનો દિકરો ગુલાબ ભણવામાં હોશીયાર હતો. આર્થિક સંકડામણ ખૂબ હોવા છતા હિંમતસિંહે દિકરા ગુલાબને સરકારી શાળામાં ભણાવ્યો. કમરકોટડાની બાજુમાં આવેલા શિવરાજગઢ ગામની સરકારી હાઇસ્કૂલમાંથી અભ્યાસ કરીને આ છોકરાએ 10માં ધોરણની બોર્ડની પરીક્ષા આપી. શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનથી  આદીવાસી પરીવારનો આ દિકરો બોર્ડમાં 99.53 PR  સાથે પાસ થયો. પરીણામ અદભૂત હતું પણ હવે આગળ શું કરવું એની કોઇ દીશા નહોતી. છોકરાની ઇચ્છા હતી કે ડીપ્લોમાં કરીને કોઇ નોકરી કરીશ અને પપ્પાને મદદ કરીશ અને એના પિતાજીની ઇચ્છા હતી કે આઇટીઆઇનો કોઇ કોર્સ કરે. ...

સંજેલીમાં કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત ખાતર બિયારણ સહાય કીટસ વિતરણનો શુભારંભ

સંજેલીમાં કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત  ખાતર બિયારણ સહાય કીટસ વિતરણનો શુભારંભ  કૃષિ વૈવિધ્યકરણ અંતર્ગત  ખાતર બિયારણ સહાય કીટસ વિતરણનો શુભારંભ  તાલુકાના 2000 ખેડૂતોને કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું  ચાર દિવસમાં ખેડૂતોને સહાય કીટ વિતરણ કરી દેવા TDOની સુચના  વાવણી પૂર્વ સહાય કિટ્સનો વિતરણ કરવા TDO હરેશ મકવાણાએ સંચાલકને સૂચના આપી  સંજેલી તાલુકામાં વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પ્રથમ વખત 2000 જેટલા ખેડુતોને ખાતર બિયારણ સહાય કીટના ફોર્મ મંજૂર થતાં જ ખેતીવાડી શાખા દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને  સહાય વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમા ખેડૂતોએ ખુશી સાથે સહાય કિટ્સનો લાભ લીધો હતો પ્રથમ વખત 2000 જેટલા ફોર્મ મંજુર થતા વધુ માત્રામાં ખેડૂતોને લાભ લીધો હતો વનબંધુ કલ્યાણ યોજના આદિજાતિ વિકાસ વિભાગ હેઠણ કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત   બુધવારના રોજ સંજેલી બાયપાસ રોડ પર આવેલ GATL કિસાન સુવિધા કેન્દ્ર ખાતે ખેતીવાડી શાખાની અધ્યક્ષ સ્થાને સહાય કિટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો   સંજેલી તાલુકામા 3400 જેટલા ખેડૂત ખાતેદારો છે કિટની સ...

દાહોદના ઝવેરભાઇ કન્યાશાળા ભવન ખાતે યુવાનો માટે કોવીડ વેક્સિનેશન કેમ્પ યોજાયો

             ( ફરજપરના અધિકારીઓ રસીકરણ વિશે ફોર્મ સબમિટ કરી મદદરૂપ બને છે) દાહોદના ઝવેરભાઇ કન્યાશાળા ભવન ખાતે યુવાનો માટે કોવીડ વેક્સિનેશન કેમ્પ યોજાયો બપોર સુધીમાં જ ૬૪ યુવાનો સહિત ૯૨ લોકોએ વેક્સિન લીધી દાહોદ, તા. ૧૫ : કોરોનાની વેક્સિન વધુમાં વધુ યુવાનો લે એ માટે દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દાહોદની નવજીવન સાયન્સ કોલેજ અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૨ ના સયુક્ત ઉપક્રમે આ વેક્સિનેશન કેમ્પ દાહોદના છાબ તળાવ પાસે આવેલા ઝવેરભાઇ કન્યાશાળા ભવન ખાતે યોજાયો છે. કોલેજમાં અભ્યાસમાં કરતા વિદ્યાર્થીઓ આ કેમ્પનો લાભ લે અને મોટાપાયે રસીકરણ અભિયાનમાં જોડાઇ એ ઉદ્દેશથી યોજાયેલા કેમ્પમાં બપોરના બે વાગ્યા સુધીમાં જ ૬૪ યુવાનો સહિત ૯૨ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી છે.  અત્રેના કેમ્પની જવાબદારી સંભાળતા એન.એસ.એસ. પી.ઓ. અને જિલ્લાના નોડલ પ્રોગામ ઓફિસર ડો. શ્રેયાંશ પટેલ જણાવે છે કે, આ રસીકરણ કેમ્પ ખાસ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. અમે દૈનિક ૧૦૦ રસીકરણનું લક્ષ રાખ્યું હતું જે અડધા ...