દાહોદ જિલ્લામાં વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત વનવિભાગ દ્વારા યોજાઇ રહ્યાં છે વિવિધ કાર્યક્રમો
દાહોદ, : દાહોદ જિલ્લામાં ગત તા. ૨ ઓક્ટોબરથી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ નિમિત્તે લીમખેડા રેન્જના દાંતિયા ગામમાં સહભાગી વન વ્યવસ્થા મંડળીના સભ્યો સાથે જંગલ ફેરણું, વન્યપ્રાણી સંરક્ષણ અંગે લોક જાગૃતિ કાર્યક્રમ, પ્રકૃતિ શિક્ષણ અંગે ચર્ચા કરી, સભ્યો જંગલમાંથી મળતા લાભો, વાંસ કટીંગ બાબતે તેના લાભો, વિતરણ બાબતે સમજ આપવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં લીમખેડા રેન્જ, બારીયા વન વિભાગના આ પ્રસંગે મંડળીના પ્રમુખ, મંત્રી અને અન્ય સભ્યો હાજર રહી જંગલ સંરક્ષણ કરવા બાબતે કટિબધ્ધતા દર્શાવી હતી. જંગલ સંરક્ષણ, માવજત અને ઉછેર માટે ખાત્રી આપી હતી.
આ સપ્તાહના વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે ફોરેસ્ટ કોલોની રેંજ કચેરી, ફતેપુરા ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રેંજ કચેરીનો તમામ કર્મયોગીઓ, ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યના પ્રારંભમાં રેન્જ ફોરેસ્ટ ઓફીસર, ફતેપુરા દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત અંબા ગામ ખાતે લીમખેડા રેન્જ, બારીયા વન વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ,અંબા ગામ ના સરપંચશ્રી, ઉપસરપંચ શ્રી, અને ગામલોકો હાજર રહેલ હતા.
વનોના સંરક્ષણ, માવજત, ઉછેર થાય, વન્ય જીવોનું રક્ષણ, વનોની ઉપયોગીતા, માનવ જીવનમાં વનો અને વન્યપ્રાણીનું મહત્વ, વન્યજીવોને નુકસાન વગેરે બાબતોની સમજ આપવા માં આવી.
આ પ્રસંગે સંજેલી રેન્જમાં પણ કાવડાના મુવાડા ગામમાં આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી કુલ 70 ગ્રામજનો સ્ટાફ સહિત ઉત્સાહભેર ચર્ચા કરી પ્રશ્નોતરી કરી અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
આ પ્રસંગના ભાગરૂપે બારીયાના નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમારના માર્ગદર્શન તેમજ મ.વન સંરક્ષકશ્રીની સૂચનાથી બારીયા તાલુકાના પંચેલા ગામે બારીયા નોર્મલ રેન્જ તથા સામાજિક વનીકરણ રેંજ બારીયા ના સંયુક્ત ઉપક્રમે પરિક્ષેત્ર વન અધિકારી બારીયા દ્વારા વન્યજીવ તથા પર્યાવરણ સંરક્ષણ તેમજ સંવર્ધન વિશે ગામ લોકો ને જાગૃત કરવામાં આવ્યા.કુલ સ્ટાફ સહિત 50 લોકો હાજર રહયા હતા. વિવિધ પ્રકારના સાપો વિશે ગ્રામજનોને વિસ્તૃત સમજણ સાપના નમૂના બતાવી આપવામાં આવી હતી.
Comments
Post a Comment